વાંકાનેર તાલુકાના ભલગામ નજીક આવેલ હોટલ પાસે દેશી દારૂની હેરફેર થતી હોવાની બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવતા પોલીસને જોઈ ગયેલ દારૂનો ધંધાર્થી દેશી દારૂ ભરેલી ઈકો કાર મૂકી નાસી જતા પોલીસે 3.80 લાખનો મુદ્દામાલ પકડી પાડયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસે ભલગામ નજીક દારૂની હેરફેર થતી હોવાની બાતમીને આધારે તુલસી હોટલ પાછળ વોચ ગોઠવી હતી.જો કે, પોલીસની હાજરી પામી જતા જીજે – 36 – એએફ – 3451 નંબરનો ઇકો ચાલક ઈકો રેઢી મૂકી નાસી ગયો હતો. બાદમાં પોલીસે ઈકો ચેક કરતા કારમાંથી 400 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 80,000 તેમજ 3 લાખની ઈકો કબ્જે કરી નાસી ગયેલ આરોપીને પકડી પાડવા કાર નંબરને આધારે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.