વાંકાનેર : સિંધાવદર ગામ ખાતે ગાત્રાળનગર સ્મશાનનાં મોટા કંપાઉન્ડ વોલનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનાં હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુસુફભાઈ શેરસીયા, તેમજ સૌ ગ્રામજનો દ્વારા ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ગામના સૌ આગેવાનો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

