મોરબીમાં ટ્રાફિકનો પ્રશ્ન દિનપ્રતિદિન વકરી રહ્યો છે. ત્યારે પોલીસ મહાનિરીક્ષક રાજકોટ રેન્જના અશોકકુમારની સુચના મુજબ ટ્રાફિક નિયમોની અમલવારી કરવા જણાવેલ હોય જેથી પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠીના સુચના અને માર્ગદર્શન હેઠળ વાહન અકસ્માતમાં ઘટાડો લાવવા તેમજ ટ્રાફિક નિયમોની સુયોગ્ય અમલવારી કરાવવા માટે “સરપ્રાઇઝ મેગા વાહન ચેકિંગ ડ્રાઇવ” રાખવામાં આવેલ હતું.

મોરબી જીલ્લામાં તા. 30ના રોજ સરપ્રાઇઝ મેગા વાહન ચેકિંગ ડ્રાઇવ” રાખેલ અને આ ડ્રાઇવ દરમ્યાન મોરબી જીલ્લાના ટાઉન વિસ્તારોમાં એન્ટ્રી અને એકઝીટ પોઇન્ટો ઉપર સરપ્રાઇઝ વાહન ચેકિંગ આયોજન કરી HSRP નંબર પ્લેટ લગાવેલ ન હોય નંબર પ્લેટ વગરના વાહનો, ફેન્સી/તુટેલી નંબર પ્લેટ ફોર વ્હીલરમાં ડાર્ક ફીલ્મ લગાડેલ હોયે તેવા ટુ-વ્હીલર તથા ફોર વ્હીલર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવા અંગેની ડ્રાઇવ રાખવામાં આવેલ હતી. અને આ ડ્રાઇવ દરમ્યાન સઘન વાહન ચેકિંગ કરી ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ મોરબી જીલ્લા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.

દરમ્યાન ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ સરપ્રાઇઝ મેગા વાહન ચેકિંગ ડ્રાઇવમાં કુલ-૧૫૯૭ વાહનો ચેક, વાહન ચેકિંગ ડ્રાઇવ દરમ્યાન માલીકીના આધાર પુરાવ વગરના તેમજ શંકાસ્પદ ટુ-વ્હીલર તથા ફોર વ્હીલર કુલ મળી કુલ ૮૯ વાહનો એમ.વી.એકટ ૨૦૭ મુજબ કબ્જે, ટ્રાફિક નિયોમનુ ભંગ કરતા વાહન ચાલકોને કુલ-૨૫૦ સમાધાન શુલ્ક પાવતીઓ આપવામાં આવેલ છે. ટ્રાફિક નિયમોનું ભંગ કરતા વાહન ચાલકો પાસેથી રૂ-૧,૧૮,૨૦૦/- માંડવાળા દંડ ફોર વ્હીલરમાં બ્લેક ફીલ્મ લગાડેલ વાહન ચાલકો સામે કુલ કેશ-૩૬ સમાધાન શુલ્ક કેશો, HSRP નંબર પ્લેટ વગરના વાહન ચાલકો સામે કુલ કેશ-૩૨ કેશો, નંબર પ્લેટ વગર તથા ફેન્સી તુટેલી નંબર પ્લેટના કેશો વાહન ચાલકો સામે કુલ કેશ-૮૦ કેશો, ફૂંક એન્ડ ડ્રાઇવ (નશો કરી વાહન ચલાવતા) વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધાયો હતો.
