મોરબી-માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા એ કહ્યું હતું કે, આજે 35 જેટલી અરજીઓ આવી હતી તેની અમે એક યાદી બનાવી અને ત્યાર બાદ રૂબરૂ સાંભળી આમારથી 80 ટકા ચાર પાંચ વર્ષ પહેલા ના અને કોર્ટમાં કેસ ચાલતા હોઈ તેવા, દશ કેસ વ્યાજ વાળાના અને પાંચ કેસ જમીન ના અને અમુક કોર્ટમાં કેસ ચાલતા હોઈ તેવા કેસની રજૂઆત આવી છે. કોર્ટમાં કેસ ચાલતા હોઈ તે સિવાયની જે રજૂઆત આવી છે તેમાં તેમને ન્યાય મળશે તેવી અમે ખાત્રી આપી છે.
