મોરબીના નાની વાવડી ખાતે આવેલા સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે PGVCL દ્વારા ચાલતી આંતર વર્તુળ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનો આજે મોરબી અને અમરેલીની ટીમ વચ્ચે ફાઇનલ મુકાબલો થયો હતો. આ ફાઈનલ મુકાબલામાં અમરેલી વર્તુળ કચેરી ટીમેં મોરબી વર્તુળ કચેરીની ટીમને હરાવીને ચેમ્પિયન બનીને ટુર્નામેન્ટ જીતી લીધી હતી. જ્યારે મોરબીની ટીમને રનર્સઅપથી સંતોષ માનવો પડ્યો હતો. વિજેતા અને રનર્સઅપ ટીમને ટ્રોફી આપવામાં આવી હતી.જ્યારે મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ ટુર્નામેન્ટ સહિતના ખેલાડીઓને પણ ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

મોરબી પીજીવીસીએલ વર્તુળ કચેરીના અધીક્ષક ઈજનેર ડી.આર. ઘાડીયાએ જણાવ્યું હતું કે, આજ રોજ મોરબી વર્તુળ કચેરી અને અમરેલી વર્તુળ કચેરીની મહિલા ટીમ વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં અમરેલી વર્તુળ કચેરીની ટીમ વિજેતા બની છે જ્યારે મોરબીની ટીમ રનર્સઅપ બની છે. પ્રથમ વખત આ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 8 ટીમોએ ભાગ લીધો હતો. ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું. ખેલાડીઓએ પણ ખૂબ જ સારી ખેલદિલી બતાવી હતી.
