મોરબી : મોરબીમા રેન્જ આઈજીની હાજરીમાં યોજાયેલ લોકદરબારમા વ્યાજખોરો વિરુદ્ધ ઢગલો ફરિયાદો આવ્યા બાદ પોલીસે ધડાધડ ફરિયાદો નોંધવાનું શરૂ કર્યું છે જેમાં ધરમપુર ગામે રહેતા મહિલાએ પતિની સારવાર માટે વ્યાજે નાણાં લઈ પરત ચૂકવી દેવા છતાં વ્યાજખોર પઠાણી ઉઘરાણી કરતો હોય ફરિયાદ નોંધાવી હતી
મૂળ મોરબી તાલુકાના ધરમપુર ગામના વતની અને હાલમાં માળીયા મિયાણા તાલુકાના ફગસિયા ગામે રહેતા ભાનુબેન જયંતીલાલ માકાસણાએ ધરમપુર ગામે રહેતા સુરેશ ઉર્ફે રમેશ વાણંદ વિરુદ્ધ ફરિયાદ નોંધવતા જાહેર કર્યું હતું કે તેમના પતિની સારવાર માટે ત્રણ વર્ષ પૂર્વે આરોપી સુરેશ ઉર્ફે રમેશ પાસેથી 3 લાખ મહિને દસ ટકા વ્યાજે લીધા હતા. અને બાદમાં ત્રણ લાખનું વ્યાજ અને મુદલ સહિત 3.25 લાખ ચૂકવી દેવા છતાં આરોપી સુરેશ ઉર્ફે રમેશ બળજબરી કરી ઘેર આવી ઉઘરાણી કરતો હોય મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નાણાં ધીરધાર અધિનિયમ તેમજ આઇપીસી એકટ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.