મોરબી : મોરબીમાં યુવાનો વ્યાજખોરોનો ત્રાસ બની રહ્યા છે ત્યારે આઠ શખ્સોએ યુવાનને વ્યાજે રૂપિયા આપી વ્યાજખોરોએ ત્રાસ આપી એકટીવા અને સ્વીફટ કાર લઇ ગાળો આપી ઢીકા પાટુંનો માર મારી ચેક રીટર્ન કરાવી કેસ કરવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે.
મોરબીની ગૌરાંગશેરીમાં રહેતા ઉમંગ બિમલભાઈ મકવાણા એ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે એ તેને તથા તેના બીમલભાઈ એ આરોપી પ્રકાશભાઈ ઉર્ફે બાબુભાઈ મનસુખભાઈ રાઠોડ, તુફેલ અલીભાઈ ગલરિયા, અનિરુધ્ધસિંહ ઉર્ફે કાળો જામભા જાડેજા, હસન અલી બ્લોચ,હીરાભાઈ દેવસીભાઈ રબારી, જુબેર અલીભાઈ ગલરિયા, ભાવિક વિમલભાઈ સેજપાલ અને ઇન્દ્રજીત ગજેન્દ્રસિંહ ઝાલા પાસેથી અલગ અલગ સમયે વ્યાજે રૂપિયા લીધેલ હોય જેનું ઉચું વ્યાજ તથા મૂળ રકમ ચૂકતે ન કરી શકતા આરોપીઓએ ગૌરાંગભાઈ અને તેનાભાઇ તથા તેના પિતા બિમલભાઈ પાસે પઠાણી ઉધરાણી કરી તેમજ ગૌરાંગભાઈના ભાઈના જીવને જોખમમાં નાખીને ગૌરાંગભાઈ પાસેથી રૂપિયા લઇ લીધેલ હોય તેમજ ગૌરાંગભાઈ પાસેથી આરોપીઓએ એકટીવા નંગ ૩ તથા એક સ્વીફટ કાર નંગ ૧ લઇ લીધેલ હોય તેમજ ગૌરાંગભાઈ તથા સાહેદોને ગાળો બોલી ઢીકા પાટુંનો માર મારી ચેક રીટર્ન ચેક કરાવવી ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે