Thursday, August 7, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબી જિલ્લામાં કારખાના/ યુનિટના પરપ્રાંતિય કર્મચારીઓ- મજૂરોની વિગતો સંબંધિત પોલીસ સ્ટેશનને આપવાની...

મોરબી જિલ્લામાં કારખાના/ યુનિટના પરપ્રાંતિય કર્મચારીઓ- મજૂરોની વિગતો સંબંધિત પોલીસ સ્ટેશનને આપવાની રહેશે

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર, મોરબી દ્વારા મોરબી જિલ્લામાં કાર્યરત તમામ કારખાનેદારો, મકાન બાંધકામ, ફાઉન્ડ્રી ઉદ્યોગ, હીરા ઉદ્યોગ, ખેતીકામ તથા ફેકટરીઓમાં, વેપાર- ધંધામાં મજૂર, શ્રમિક કે ભાગીયા તરીકે કામ કરતા પરપ્રાંતીય કારીગરોની વિગતો સંબંધિત પોલીસ સ્ટેશનમાં આપવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ઉક્ત જાહેરનામામાં જણાવ્યા અનુસાર તમામ કારખાનેદારો, મકાન બાંધકામ બિલ્ડર્સ, ફાઉન્ડ્રી ઉદ્યોગ, હીરા ઉદ્યોગ, ખેતી કામ તથા અન્ય ફેકટરી ઉદ્યોગો વેપાર- ધંધા સાથે સંકળાયેલા તમામ પ્રાઈવેટ સેકટરના માલિકો અને મેનેજમેન્ટ ટીમ કે જેઓના વર્કિંગ યુનિટમાં કર્મચારીઓ, કારીગરો, મજૂરો કે ભાગીયા હાલમાં કામ ઉપર છે તેવા કાયમી, હંગામી કે કોન્ટ્રાકટના કર્મચારીઓ, કારીગરો/ શ્રમિકોની માહિતી તૈયાર કરીને જે- તે સંબંધિત પોલીસ સ્ટેશનમાં આગામી તારીખ ૧૪/૧૨/૨૦૨૪ સુધીમાં આપવાની રહેશે.

જેમાં કામે રાખેલ કર્મચારી/ કારીગર/ શ્રમિક/ ખેત શ્રમિક/ ભાગીયા/ ઘરઘાટી/ ચોકીદાર તથા મકાન ભાડે રાખનાર પરપ્રાંતીય વ્યક્તિના માન્ય ઓળખકાર્ડ/ ચુંટણીકાર્ડ/ ડ્રાઇવીંગ લાઇસન્સનો પુરાવો, મુળ તેઓ ક્યાંના રહેવાસી છે તે વતનના પુરા સરનામા તથા હથિયાર ધરાવતા હોય તો તે સહિતની વિગતો નિયત નમૂના પત્રકમાં ભરીને તૈયાર કરીને આપવાની રહેશે. આ ઉપરાંત અન્ય રાજ્યો/ દેશમાંથી આવેલા વ્યક્તિને મકાન ભાડા પેટે આપવામાં આવે ત્યારે મૂળ મકાન માલિકનું નામ, રહેઠાણનું સરનામું, જે મકાન ભાડે આપેલું હોય તે મકાનનું નામ, સરનામું, ભાડે આપ્યાની તારીખ વગેરે વિગતો સહિતનું નિયત નમૂનાનું ફોર્મ ભરીને જે- તે સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાનું રહેશે. તેમજ આ વ્યક્તિની ભલામણ કરનારા બે વ્યક્તિઓની તમામ વિગતો પણ આપવાની રહેશે.

આ ઉપરાંત  મોરબી જિલ્લા વિસ્તારની સલામતી અને શાંતિ જળવાઈ રહે તે માટે શ્રમિકો/ કારીગરોની માહિતી સાચી અને સરળતાથી મળી રહે તે માટે એપલ ફોન માટે http://apps.apple.com/us/app/morbi-assured/id1557232449 વાળી લીંક પર અથવા એન્ડ્રોઈડ ફોન માટે http://play.google.com./store/apps/details?id=com.morbi_eye આ લીંક પરથી એપ્લિકેશન ઈન્સ્ટોલ કરીને કારખાનેદર અથવા ફેકટરીના માલિકોએ તેમને ત્યાં કામ કરતા જે- તે માલિકોના શ્રમિકોનું રજીસ્ટ્રેશન પૂર્ણ કરાવવાનું રહેશે. ઉક્ત પ્રતિબંધાત્મક હુકમનો ભંગ કરનારી વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા- ૨૦૨૩ ની કલમ- ૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર બનશે. મોરબી જિલ્લાના તમામ કારખાનેદાર/ ફેકટરીના માલિકોએ તેમજ કામ કરતા જે- તે માલિકોએ મજુરોનું ફરજિયાતપણે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. આ જાહેરનામાનો અમલ આગામી તારીખ ૩૧/૦૧/૨૦૨૫ સુધી કરવાનો રહેશે. મોરબી જિલ્લામાં આવેલી સરકારી કચેરીઓ, અર્ધ સરકારી કચેરીઓ, બોર્ડ, નિગમ, સરકારી સંસ્થાઓ, સરકારી ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાના અધિકારીઓ, કર્મચારીઓને આ જાહેરનામું લાગુ પડશે નહીં. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments