Friday, August 1, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીમાં 1962 કરુણા હેલ્પલાઇનની પ્રશંસનીય કામગીરી

મોરબીમાં 1962 કરુણા હેલ્પલાઇનની પ્રશંસનીય કામગીરી

સમગ્ર રાજ્ય સહિત મોરબી જિલ્લામાં દિવ્યાંગ, નબળા, બીમાર પશુઓની મદદ માટે ૧૯૬૨ કરુણા હેલ્પલાઈન નિ:શુલ્ક કાર્યરત છે. કરુણા એમ્બ્યુલન્સ ટીમ તાલીમબદ્ધ કર્મચારીઓ, દવા, સાધનો અને લેબોરેટરીની સુવિધા સાથે સંપન્ન છે. આ ટીમમાં ૧ વેટરનરી ઓફિસર અને ૧ પાયલોટ હાજર રહે છે. જ્યાં પણ અબોલ જીવોને જરૂર હોય કે ઘાયલ હોય ત્યાં આ હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરવાથી તાત્કાલિક મદદ મળી શકે છે.

તાજેતરમાં શોભેશ્વર રોડ પર સ્થિત જિલ્લા સેવા સદનમાં અતિ ગંભીર હાલતમાં ૬ મહિનાનું ગલુડીયું મળી આવ્યું હતું. તેને બ્લીડિંગ, ડીહાયડ્રેશન અને એક્સેસિવ યુરીનની સમસ્યા હતી. જેથી તેના જીવ પર ખતરો તોળાયો હતો. આ અંગે ૧૯૬૨ કરુણા હેલ્પલાઇન પર જિલ્લા માહિતી કચેરી દ્વારા જાણ કરવામાં આવી હતી. આ કોલ મળ્યાના માત્ર ૫ મિનિટમાં જ મોરબી કરુણા હેલ્પલાઈન ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને બીમાર પશુને તાત્કાલિક સારવાર પૂરી પાડી હતી. આમ તેનો જીવ બચી ગયો હતો. આ સમગ્ર કામગીરી બદલ જિલ્લા માહિતી કચેરી, જિલ્લા તિજોરી કચેરી, સિક્યોરીટી સ્ટાફ અને કરુણા હેલ્પલાઇનના કર્મચારીગણનો સહયોગ મળ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments