ટંકારામાં લતીપર ચોકડી પાસે દયાનંદ હોસ્પિટલ સામે આવેલ ભંગાર ડેલામાં આજે 11:30 વાગ્યાના અરસામાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી.આ આગે જોત જોતામાં ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું છે. આ મામલે ફાયર ટીમોને જાણ કરવામાં આવતા ફાયર ટિમો ઘટના સ્થળે દોડી ગઈ છે. જો કે, આગ લાગવાનું કારણ હજુ સામે આવ્યું નથી. બીજી તરફ આગની ઘટનાને પગલે ત્યાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે.