મોરબીના પંચાસર રોડ પર ઉમીયા માર્કેટ પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમ્યાન મોરબીના પંચાસર રોડ પર ઉમીયા માર્કેટ પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમો રોહીતભાઇ ઉર્ફે જીગો શંકરભાઇ કૈલા (રહે.પંચાસરરોડ રાજનગર હનુમાનજીના મંદીર વાળી શેરી મોરબી) તથા અસલમભાઇ અનવરભાઇ માડકીયા (રહે. મહેંદ્રપરા શેરી નં-૨૦ મોરબી) વાળાને રોકડ રકમ રૂ.700નાં મુદામાલ સાથે સિટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.