મોરબીમાં નિર્મલ વિદ્યાલયના વિદ્યાર્થીઓને રોડ સેફટી બાબતે, નાર્કોટિક દ્રવ્યો બાબતે તેમજ ટ્રાફિકના નિયમો નું પાલન કરવા બાબતે વિસ્તૃત જાણકારી આપવા આર.ટી.ઓ., એસ.ઓ.જી શાખા અને ટ્રાફિક શાખા દ્વારા માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. આ વેળાએ વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. ઉપરાંત જાગૃતતા લાવવા માટે પેમ્પલેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

