મોરબીના ભડીયાદ રોડ ઉપર આંબેડકર કોલોની સામેથી સ્પ્લેન્ડર બાઇકની ચોરી થઈ હતી. જે બાઈક સાથે શખ્સ નજરબાગ ફાટક પાસે ઉભો હોવાની બાતમી મળતા એલસીબી ટીમે ચોરાઉ બાઈક સાથે અશોકભાઈ ગાંડુભાઈ ઉઘરેજા ઉવ.૩૫ રહે. નવા વધાસીયા તા.વાંકાનેરવાળાને પકડી પાડી તેને બી ડિવિઝન પોલીસ મથકને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
