માળિયા શહેરમાંથી પસાર થતા હાઈવેમાં અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું હોય તાત્કાલિક હાઇવેમાં સ્પીડ બ્રેકર મુકવામાં આવે તેવી કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા દ્વારા માર્ગ અને મકાન વિભાગને રજુઆત કરવામાં આવી છે.
રજુઆતમાં જણાવાયુ છે કે હાલમાં જામનગરથી કંડલાને જોડતો હાઈવે મોરબી જીલ્લાના માળીયા શહેરમાંથી પસાર થાય છે. આ રસ્તામાં અનેક મોટા વાહનોની અવરજવર રહે છે. તેમજ માળીયા શહેરમાંથી પસાર થતો હોય અને વાહનોની સ્પીડ પણ વધારે હોવાના કારણે સ્થાનિક લોકોને હાઈવે ક્રોસ કરવામાં મુશ્કેલીઓ સામનો કરવો પડે છે. તેમજ આ હાઈવે રોડ ઉપર માળીયા શહેરમાં કોઈ પણ પકારના સ્પીડ બ્રેકર મુકવામાં આવેલ ન હોવાથી અકસ્માત થવાની દહેશત છે. જેથી રજુઆત ધ્યાને લઈ તાત્કાલીક ધોરણે જામનગરથી કંડલા હાઈવે રોડ ઉપર માળીયા શહેરમાં યોગ્ય જગ્યાએ સ્પીડ બ્રેકર મુકી આપવાની માંગ છે.