મોરબી: બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડો.બાબા સાહેબ આંબેડકર મહાપરિનિર્માણ દિવસ નિમિત્તે મોરબીમાં ડો.બાબા સાહેબ આંબેડકર વિકાસ સમિતિ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના રોહિદાસ પરા વિસ્તારમાં આવેલ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે યોજાયેલ આ રક્તદાન કેમ્પમાં યુવાનોએ રરક્તદાન કરી ડો.બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ હતી.


