હળવદ: તારીખ 6 ડિસેમ્બરના રોજ હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે હળવદ હોમગાર્ડ સભ્યો જે રાત્રિ ફરજ દિવસ ટ્રાફિક ફરજ તથા ઇમરજન્સી બંદોબસ્તમાં પોલીસ સાથે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મદદ રૂપ થાય છે તથા હળવદ હોમગાર્ડ યુનિટ દ્વારા લક્ષ્મી નારાયણ ચોક હોમેગાર્ડ ઓફિસથી આંબેડકર સર્કલ સુધી સવારમાં રેલી કાઢી ટ્રાફિકને લગતા નિયમો તથા સ્વચ્છતા અભ્યાનને લગતા સૂત્રોચાર તથા બેનરો લઈ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રેલીમાં હોમગાર્ડ ઓફિસર કમાન્ડિંગ જગદિશભાઈ વી. ચાવડા તથા એનસીઓ એસ.પી. વૈષ્ણવ તથા ડી જે.ધારિયા પરમાર તથા એસ.સી.રાઠોડ સભ્ય વાય.એસ.ઝાલા ના સહયોગ થી કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો હતો. દરેક જવાનનો સહકાર બદલ તમામ સભ્યો તથા એનસીઓનો ખુબ ખુબ આભાર વ્યકત કર્યો હતો.
