મોરબી: વિશ્વવિભૂતિ, ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના પરિ નિર્માણ દિન નિમિત્તે ગોકુલ હોસ્પિટલ રાજકોટ દ્વારા મોરબી ખાતે વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી મોરબીમાં શરૂ કરવામાં આવેલ ગોકુલ વીઝીટીંગ સેન્ટર દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકરના પરિ નિર્માણ દિવસ નિમિત્તે મોરબી ખાતે આવેલ રોહીદાસ પરા વિસ્તારમાં આરોગ્ય સેવાય યજ્ઞ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ગોકુલ હોસ્પિટલ રાજકોટ દ્વારા મોરબી ખાતે વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી શરૂ કરવામાં આવેલ ગોકુલ વીઝીટીંગ સેન્ટર ના નિષ્ણાંત તબીબો દ્વારા તારીખ 6 ડિસેમ્બરના રોજ સવારે 9:30 થી 12 વાગ્યા સુધી રોહીદાસ પરામાં આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ખાતે ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ નું આયોજન કરેલ જેમાં જનરલ ચેકઅપ, ફ્રી ડાયાબિટીસ ચેકઅપ, ફ્રી બ્લડ પ્રેશર તપાસ, ફ્રી બ્લડ ગ્રુપ તપાસ સાથે સાથ લોહીની ટકાવારીની તપાસ કરી દેવામાં આવેલ હતો. આ ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનો 90 જેટલા દર્દીઓએ લાભ લીધેલ જેમાંથી 30 જેટલા દર્દીઓને ફ્રીમાં લોહીના પરીક્ષણો પણ કરી આપવામાં આવેલ તદુપરાંત સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની સલા સૂચન માટે ફ્રીમાં આગામી ચેકઅપ પણ કરી આપવાની વ્યવસ્થા ગોઠવી આપવામાં આવેલ હતી.
