હળવદ તાલુકાના વેગડવાવ ગામે આવેલ શોપિંગ મોલમાં ઘુસી ત્રણ શખ્સોએ જુના ઝઘડાના ખારમાં બઘડાટી બોલાવી મોલ માલિક તેમના પત્ની અને ભાઈને માર મારતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના વેગડવાવ ગામે રહેતા હંસાબેન રણછોડભાઈ ચાવડાએ આરોપી વિપુલ કરણાભાઈ સુરેલા, સંજય કરણાભાઈ સુરેલા અને રાજદીપસિંહ ઉર્ફે ભુરો છોટુભા ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, અગાઉ તેમના પતિ રણછોડભાઈને આરોપી સાથે માથાકૂટ થઈ હોય જેનો ખાર રાખી ત્રણેય શખ્સો શોપિંગ મોલે ઘસી આવ્યા હતા અને ફરિયાદી હંસાબેન, તેમના પતિ રણછોડભાઈ અને દીયર અશ્વિનભાઈને ઢીકા પાટુનો માર મારી ઈજાઓ કરી લાકડાનો ધોકો ઉગામી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. બનાવ અંગે હળવદ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુંન્હો નોંધી તપાસ શરૂ કરી છે.