Wednesday, August 6, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયાનો આજે જન્મદિવસ

મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયાનો આજે જન્મદિવસ

મોરબી તાલુકા ભાજપ પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવતા અરવિંદભાઈ વાંસદડીયાનો આજે જન્મદિવસ છે યુવાન વયે અનેક સફળતા પ્રાપ્ત કરનાર અરવિંદભાઈ ભાજપ સંગઠન મા વિવિધ જવાબદારી નિભાવીને આજે મોરબી તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારીનું વહન કરી રહ્યા છે

મોરબીના લાલપર ગામેં તા.07/12/1976ના રોજ જન્મેલા અરવિંદભાઈ વાસદડીયા આજે જીવનના 48 વર્ષ પૂર્ણ કરીને 49 મા  વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે અભ્યાસ બાદ ખેતી અને પ્રોવિઝન સ્ટોરથી કારકિર્દી શરુ કરી હતી અને તેમને એલ.આઇ.સી એજન્ટ તરીકે પણ સતત સંઘર્ષ કરીને ૨૦૧૧ થી કોસા અને નાઈસ સિરામિક ગ્રુપ સાથે જોડાયા છે અને સિરામિક ઉદ્યોગ ક્ષેત્રે પણ તેમને નામના પ્રાપ્ત કરી છે તો રાજકીય ક્ષેત્રે વર્ષ 2007-2012 તે સમયના રાજકોટ જીલ્લામા શ્રેષ્ઠ ગ્રામ પંચાયત એવોર્ડ વિજેતા લાલપર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ઉત્કૃષ્ટ સેવા અનેકવિધ યોજનાઓનો ગ્રામ લેવલે અસરકારક અમલ કરાવી શહેરી સુવિધા ગામડામા લાવવા મહત્વપુર્ણ ભૂમિકા ભજવી છે.

ભારતીય જનતા પાર્ટી (સંગઠન)મા બે ટર્મ મોરબી તાલુકા ભાજપ મહામંત્રી અને અત્યારે મોરબી જીલ્લા સૌથી મોટા તાલુકા (210 બુથ અને 108 ગામો તથા આંદરણા થી આમરણ સુધી એટલે 60 કી મી વિસ્તાર)એવા મોરબી તાલુકા ભાજપ પ્રમુખની સફળતાપૂર્ણ 2 ટર્મ થી જવાબદારી નિભાવી રહયા છે સૌને સાથે રાખી ચાલનારા, અજાત શત્રુ, કાર્યકર્તા ઓના પ્રિય સંગઠક એવા અરવિંદ ભાઇ ના જન્મદિવસ પ્રસંગે ભાજપ પરિવારના સભ્યો, ઉદ્યોગપતિઓ અને તેમનો પરિવાર તેમજ સ્નેહીઓ જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે તેમના મોબાઈલ નં 9099917004 પર અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments