વાંકાનેર તાલુકાના ઢુંવા ગામે આવેલ સતાધાર ઈન્ડસ્ટ્રીઝમા કામ કરતા અને ત્યાં જ રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની મુનાભાઈ કમલસિંગ ભુરિયા ઉ.18 નામના યુવાનને કારખાનામા મજૂરી કામ કરવુ ગમતું ન હોવાની સાથે પેટમાં અસહ્ય દુઃખાવો રહેતા છેલ્લા બે દિવસથી ગુમસુમ રહયા બાદ તા.6ના રોજ જિંદગીથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ ક૨ી તપાસ શરૂ કરી છે.