મોરબી: કોરોના બાદ આપણે અવારનવાર સાંભળતા રહીએ છીએ કે દસ વર્ષના બાળક થી લઈને 30 35 વર્ષના યુવાનનું હૃદય રોગ ના સ્ટોકથી માત્ર પાંચ જ મિનિટમાં મૃત્યુ થઈ જતું હોય છે. જો આ સંજોગોમાં હુમલાબાદની પાંચ મિનિટમાં જો કોઈ દ્વારા તે વ્યક્તિને સીપીઆર આપી હોસ્પિટલે પહોંચાડવામાં આવે તો કદાચ તેની બચી જવાની શક્યતાઓ રહેલી હોય છે.
જેને ધ્યાને લઈ વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા રાજકોટની નામાંકિત ગોકુલ હોસ્પિટલ સાથે સંકલન કરી મોરબી ખાતે CPR ટ્રેનિંગ ગોઠવવાનું આયોજન કરેલ છે. જેમાં કોઈપણ એસોસિએશન, ક્લબ, શાળા, કોલેજ, ફેક્ટરી તેમજ આપણા સારા પ્રસંગોએ ભેગા થતા વધુમાં વધુ લોકોને હૃદય રોગથી બચવા તેમજ જો કોઈને હૃદય રોગનો હુમલો આવ્યો હોય તો પ્રાથમિક CPR પદ્ધતિથી સારવાર કઈ રીતે આપવી તે અંગે રાજકોટની ખ્યાતનામ ગોકુલ હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટરો આપના જે તે સ્થળે ટ્રેનિંગ આપીને માનવ જિંદગીને બચાવવામાં મદદરૂપ થશે. જો આપ આપના વિસ્તારમાં કે આપના વ્યવસાય સ્થળે CPR ટ્રેનિંગ ગોઠવવા માંગો છો તો વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબીના પ્રમુખ ડો.પરેશ પારીઆનો 8732918183 પર સંપર્ક સાધી શકો છો.
