Sunday, August 3, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબી હાઇવે ઉપર અવાર નવાર માટી, પથ્થરના ઢગલા : ટ્રાફિક શાખાએ સીસીટીવી...

મોરબી હાઇવે ઉપર અવાર નવાર માટી, પથ્થરના ઢગલા : ટ્રાફિક શાખાએ સીસીટીવી ફુટેજના આધારે થાનગઢના ટ્રક ચાલકને પકડ્યો

મોરબી શહેર અને જિલ્લામાં નેશનલ હાઇવે તેમજ સ્ટેટ હાઇવે ઉપર છાસવારે આરટીઓ અને ખાણ ખનીજના ચેકીંગ સમયે રોડ ઉપર જ માટી અને પથ્થર ઠાલવી ટ્રક ચાલકો નાસી જતા હોવા છતાં ફરિયાદ નોંધવામાં નથી આવતી ત્યારે તાજેતરમાં મોરબી અપડેટમાં પ્રસિદ્ધ થયેલ સમાચાર બાદ હવે પોલીસ સફાળી જાગી છે અને લાલપર નજીક માટીનો ઢગલો કરનાર ટ્રક ચાલકને સીસીટીવીને આધારે પકડી પાડી ગુન્હો રજીસ્ટર કર્યો હતો.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર લાલપર નજીક આવેલ શ્રીજી સિરામિક સામે એક ટ્રક ચાલક ગત તા.7ના રોજ રાત્રીના સમયે રોડ ઉપર માટીનો ઢગલો કરી નાસી જતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. આ સમાચાર મોરબી અપડેટમાં પ્રસિદ્ધ થયા બાદ જિલ્લા ટ્રાફિક વિભાગે સીસીટીવી અને બાતમીદારો મારફતે તપાસ કરી ટ્રકને ઓળખી કાઢ્યો હતો. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ગામના જીજે – 13 – એડબ્લ્યુ – 9773 નંબરના ટ્રક ચાલક આરોપી ધીરુ કુકાભાઈ પંડિતે રોડ ઉપર માટી ઠાલવી હોવાનું સ્પષ્ટ થતા આરોપી ધીરુને પકડી પાડી પૂછતાછ કરતા પોતાના ટ્રકની વ્હીલપ્લેટ તૂટી જતા માટી નાખી નાસી ગયાનું કબુલતા આરોપી વિરુદ્ધ બીએનએસ કાયદા મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments