Tuesday, August 5, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiજંત્રીદરમાં અસહ્ય વધારાનો મોરબીની બિલ્ડરો લોબીમાં વિરોધ બાંધકામ ઉદ્યોગ મંદીમાં સપડાઈ જવાની...

જંત્રીદરમાં અસહ્ય વધારાનો મોરબીની બિલ્ડરો લોબીમાં વિરોધ બાંધકામ ઉદ્યોગ મંદીમાં સપડાઈ જવાની ભીતિ

સરકારે હજુ થોડા સમય પહેલા જ જંત્રીના દરમાં ધરખમ વધારો કર્યા બાદ ફરી પ્રવર્તમાન દરમાં 200 થી 2000 ટકાનો તોતિંગ વધારો કરતા જનતા ઉપર બોજ પડવાની રાવ : મોરબી ડિસ્ટ્રિક્ટ બિલ્ડર્સ એન્ડ લેન્ડ ડેવલોપર્સ એસો.નું કલેકટરને આવેદન

મોરબી જિલ્લામાં જંત્રી દરમાં ધરખમ વધારા ઉપરાંત મોટા પ્રમાણમાં તફાવત હોવા મુદ્દે આજે મોરબી ડિસ્ટ્રિક્ટ બિલ્ડર્સ એન્ડ લેન્ડ ડેવલોપર્સ એસોસિએશન દ્વારા જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી હતી. જેમાં તમામ મોટા બિલ્ડરો જોડાયા હતા.

રજુઆતમાં જણાવાયુ હતું કે રાજયના સર્વાગી વિકાસમાં બાંધકામ વ્યવસાય સૌથી વધુ પ્રદાન આપી રહેલ મહત્વનું સેકટર છે જેની સાથે નાની મોટી ઈન્ડસ્ટ્રી નભે છે અને શહેરી વિસ્તારોમાં વધુ સૌથી વધુ રોજગારીની તકોનું સર્જન કરવાની સાથે નાગરિકોને પાયાની જરૂરિયાત પૈકી સૌથી અગત્યની મકાનની જરૂરિયાત પૂર્ણ કરે છે. આથી જ રીયલ એસ્ટેટ સેક્ટરને રાજ્ય તથા દેશના ગ્રોથ એન્જિન તરીકે ગણવામાં આવે છે. સરકાર દ્વારા હજુ થોડા સમય પહેલા જ જંત્રીના દરમાં ધરખમ વધારો કરેલ હોવા છતાં પ્રવર્તમાન દરમાં 200% થી 2000% નો તોતિંગ અને અસહ્ય ધરખમ વધારો કરીને તા. ૨૦/૧૧/૨૦૨૪ ના રોજ સૂચિત જંત્રી બહાર પાડેલ છે અને રાજ્યમાં આશરે ૪0,000થી વધુ વેલ્યુ ઝોન છે અને આ જંત્રી ફરી તૈયાર કરવા માટે સરકારએ પોતાની તમામ ટેકનીકલ ટીમ અને મશીનરીના સહયોગ હોવા છતાં ૧૮ માસનો સમય થયેલ હોવાનું જણાયેલ છે. રાજ્યના મોટા ભાગના ખેડૂત અને સામાન્ય પ્રજાજનોને આ અંગેની પ્રક્રિયાની જાણકારી સુદ્ધા નથી. વધુમાં ઘણા કિસ્સાઓમાં દર્શાવેલ દર હાલની બજારની વાસ્તવિક સ્થિતિથી ઘણા વધુ છે.

સરકારના મૂલ્યાંકન વિભાગ દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતિથી સમગ્ર ગુજરાતનાં દરેક વિસ્તારો ની સુચિત જંત્રી જાહેર કરી પ્રકાશિત કરી અને તે સામે વાંધા સૂચનો માંગવામાં આવેલ છે પરંતું એ જણાવામાં આવેલ નથી કે આ વૈજ્ઞાનિક પદ્ધતિ માટે ક્યો આધાર લેવામાં આવેલ છે. આ ઉપરાંત આ જંત્રી નક્કી કરવામાં સુપ્રીમ કોર્ટ દ્વારા અગાઉ આપેલ ચુકાદા માં સૂચવવામાં આવેલ ગાઈડ લાઈન નો પણ ભંગ થતો દેખાઈ રહ્યો છે. અમારી નમ્ર વિનંતી છે કે જંત્રી અમલમાં મુકતા પહેલા સુપ્રીમ કોર્ટ નાં ચુકાદા માં દર્શાવેલ માર્ગદર્શીકા ને ધ્યાને લેવી અને આપના મૂલ્યાંકન વિભાગ દ્વારા સુચિત જંત્રી નકકી કરવા માટે ઉપયોગ માં લેવાયેલ વૈજ્ઞાનિક પદ્ધતિની ફોર્મ્યુલા અમારા અભ્યાસ માટે અમોને આપવી. આમ કોઈ પણ રીતે જોતા આ જંત્રી વૈજ્ઞાનિક પદ્ધતિ ને આધારે તૈયાર કરેલ હોવાનું જણાતું નથી અને તેના અમલથી સરવાળે ખેડૂત, મિલકત ખરીદનાર, સામાન્ય પ્રજાજનો અને વિકાસકર્તા ઉપર વધારાનું અતિશય આર્થિક ભારણ વધશે જેનાથી રાજ્યના વિકાસની ગતિ અવરોધાશે તેવું અમો સ્પષ્ટ પણે માનીએ છીએ.આપનાં મૂલ્યાંકન વિભાગ દ્વારા સુચિત જંત્રી તૈયાર કરતી વખતે સામાન્ય પ્રજા ઉપર પડતા આર્થિક ભારણ ને સંપુર્ણ પણે નજર અંદાજ કરવામાં આવેલ છે.

સુચિત જંત્રીમાં દર્શાવેલ દરને કારણે નવા પ્લાન પાસ કરતી વખતે ભરવા પાત્ર પેઈડ FSIની રકમમાં મોટો વધારો આવશે અને તેનો માર પણ સામાન્ય પ્રજા ઉપર પડશે. સુચિત જંત્રીમાં દર્શાવેલ દરને કારણે ભરવા પાત્ર સ્ટેમ્પ ડ્યુટીની રકમ માં તેમજ GST ની રકમમાં પણ ખૂબ વધારો આવશે અને તેનો માર પણ સામાન્ય પ્રજા ઉપર પડશે.

રાજ્યના વિવિધ વિસ્તારોની વાસ્તવિક પરિસ્થિતિ અને જમીનની બજાર કિંમતને ધ્યાને લઈને સાયન્ટિફિક રીતે જંત્રીના દરો પારદર્શક લોકાભિમુખ બને તે હેતુથી સંસ્થાગત અભિપ્રાય રજુ કરવાની તક આપવામાં આવે.સૂચિત જંત્રીમાં દર્શાવેલ બે ગામ કે બે ઝોન કે બે સર્વે નંબર ને અડીને આવતી અલગ અલગ ગામ, ઝોન કે સર્વે નંબર ની જમીનો અંગે દર્શાવેલ સૂચિત દરમાં ખુબ જ અસમાનતા છે. આથી દરેક વેલ્યુ ઝોનની સાથે તેના નકશાઓ પણ જાહેર કરવા જોઈએ. જેથી આવા અસામાન દરની સરખામણી કરીને સ્થિતિને અનુરૂપ વાસ્તવિક દર મેળવી શકાય.આમ રાજ્યના વિશાળ હિતમાં જનપ્રતિનિધિઓના સૂચનો મેળવીને ત્યારબાદ સૂચિત જંત્રીના દરમાં કરેલ સુધારા અંગે દરેક પાસાઓનો તલ સ્પર્શી અભ્યાસ કરવા અને જાહેર અભિપ્રાય મેળવીને ત્યારબાદ અમલ પ્રજાને ભારરૂપ ના બને તે મુજબ આનુસંગિક સુધારા કરવામાં આવે એવી રજૂઆત છે.

ર૦૧૫ના વર્ષ પહેલા જે ખેતી જમીન નો દસ્તાવેજ ખાતેદાર ખેડૂત દ્વારા કરવામાં આવેલ હોય પરંતુ કોઈપણ કારણોસર આવા ખેડૂતનું ખાતેદાર ખેડૂત નું પ્રમાણપત્ર ન મળી શકે હોય તેવા સંજોગો માં પ્રવર્તમાન જંત્રી ના 90 ટકા લેખે પ્રીમીયમ લઈ ને જમીન બિનખેતી કરી આપવામાં આવે છે. જંત્રી ના દરમાં વધારો થવાથી આ પ્રીમીયમ ની રકમ માં અસહ્ય વધારો થશે અને તેનું ભારણ પણ સામાન્ય પ્રજા પર આવશે.

જંત્રી દરમાં ધરખમ વધારો ગુજરાતની ગતિને બ્રેક મારશે : સંતોષભાઈ શેરસિયા

એસો. પ્રમુખ સંતોષભાઈ શેરસિયાએ જણાવ્યું કે એક વર્ષ પહેલા જંત્રી દરમાં વધારો થયો, હવે ફરી ટૂંક સમયમાં 200થી 2000 ટકા સુધીનો વધારો થઈ રહ્યો છે. સરકાર નાના માણસોને મકાન મોંઘા ન પડે તે માટે જંત્રી દરમાં ફેરફાર કરે. બિલ્ડરોથી છેલ્લે જનતા સુધી બોજ પડવાનો છે. ગુજરાત અત્યારે ગતિ કરી રહ્યું છે. બાંધકામ ક્ષેત્ર તેમાં મહત્વનો ભાગ ભજવી રહ્યું છે. જંત્રી દરથી બાંધકામ ક્ષેત્રમાં મંદી આવશે અને ગુજરાતની ગતિ ધીમી પડશે.

ત્રાજપરમાં લાલપર કરતા 10 ગણી જંત્રી, આટલો તફાવત? : પરેશભાઈ પટેલ

બિલ્ડર પરેશભાઈ પટેલે જણાવ્યું કે જંત્રીનો વધારો કર્યો છે તેમાં ઘણો તફાવત છે. બાજુ-બાજુના ગામમાં ઘણો ફેર આવે છે. જે વિકસિત વિસ્તાર છે. તેના કરતાં વિકસિત નથી તેવા વિસ્તારમાં જંત્રી ઘણી વધારી છે. મોરબી ક૨તા ધુનડા, સજ્જનપર જેવા ગામોમાં જંત્રી વધારી છે. હવે આ વિસ્તારોમાં જમીનના વેચાણ બંધ થઈ જશે. ત્રાજપરમાં લાલપર કરતા 10 ગણી જંત્રી છે. બન્ને સીમાડાના ગામ હોવા છતાં આટલો તફાવત છે.

અત્યારે મંદી જેવું વાતાવરણ, જંત્રીમાં વધારો અસહ્ય : ડી.એલ. રંગપરિયા

બિલ્ડર ડી.એલ. રંગપરિયાએ જણાવ્યું કે મોરબી બિલ્ડર એસો.એ જિલ્લા કલેકટરને રજૂઆત કરી છે. અગાઉ સરકારે ડબલ જંત્રી કરી નાખી, તે બરાબર છે. પણ હવે બીજો વધારો થાય તેવી માંગ છે. આનાથી જનતાને બોજ પડે તેમ છે. ધુનડામાં જંત્રી 1750 થઈ ગ ઘણી વધારે છે. અત્યારે તેજી દેખાય છે પણ બધા ધંધા ચાલતા નથી. એટલે મંદી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments