મોરબી એસઓજી અને એસીબીના તત્કાલિન પીઆઈ અને હાલ રાજકોટ એસીબીમાં ફરજ બજાવતા જે.એમ.આલનું મુખ્યમંત્રીના હસ્તે શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ સન્માન કરવામાં આવ્યું છે.
રાજકોટ એસીબી પીઆઈ જે.એમ.આલે વર્ષ ર૦ર૪ દરમિયાન દાખલ થયેલ એસીબીના કેસોમાં સર્ચ દરમિયાન સૌથી વધારે રકમનો મુદ્દામાલ સીઝ કરવાની પ્રશંસનીય કામગીરી હતી. તેઓએ આ સૌથી વધુ રકમ અગ્નિકાંડના આરોપી એવા મનસુખ સાગઠિયાના કેસમાં સિઝ કરી હતી. જે બદલ આજરોજ ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી તથા એસીબી ડાયરેક્ટર સમશેરસિંહ દ્વારા તેઓને સન્માનીત કરવામાં આવ્યા છે.
