મોરબી જિલ્લામાં પોલીસની બદલીનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અગાઉ બદલી કર્યા બાદ આટલામાં ન અટકતા વધુ 208 પોલીસ કર્મચારીઓની બદલીના ઓર્ડર કરાતાં જિલ્લા પોલિસ બેડાંમાં હલચલ મચી ગઇ છે.
મોરબીમાં સ્ટેટ મોનીટરિંગ સેલ દ્વારા લજાઈ પાસેના હાઈપ્રોફાઈલ જુગારધામમાં ગેરરીતિની તપાસ કર્યા બાદ બે સ્થળોએ દરોડા પાડ્યા હોય, સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે. તેવામાં જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ અગાઉ બે દિવસ પૂર્વે જ 7 પીએસઆઈ અને 18 પોલીસ કર્મચારીઓની બદલી કરી હતી. હવે આજરોજ ફરી 208 પોલીસ કર્મચારીઓની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે.
જેમાં એ ડિવિઝનમાંથી 37, બી ડિવિઝનમાંથી 19, વાંકાનેર સિટીમાંથી 23, વાંકાનેર તાલુકામાંથી 20, ટંકારામાંથી 18, મોરબી તાલુકામાંથી 24, માળિયામાંથી 20 અને હળવદમાંથી 19 જેટલા કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. આ બદલીના કારણે જિલ્લાભરના પોલીસ મથકોમાં મોટાપાયે ફેરફાર થયા છે. હવે આજરોજ ફરી 208 પોલીસ કર્મચારીઓની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે.