Sunday, August 3, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiગુજરાત રાજ્ય શ્રેષ્ઠ પારિતોષિક પ્રાપ્ત કરનાર કમલેશભાઈ દલસાણીયા દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ પારિતોષિક પ્રાપ્ત કરનાર કમલેશભાઈ દલસાણીયા દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

મોરબીની ટીંબડી શાળાના શિક્ષક કમલેશ દલસાણીયાએ 348 વિદ્યાર્થીઓને પીગીબેંક અર્પણ કરી જન્મદિવસ ઉજવ્યો

મોરબી: શિક્ષક એ સમાજનો ક્રાંતિકારી સૂર્ય છે,શિક્ષક પોતાના જીવન કાળ દરમ્યાન અનેક નૂતન પ્રયોગો કરી,સમાજને નવી રાહ ચીંધતો હોય છે,ત્યારે માળિયાના ખીરઈ ગામના વતની અને છેલ્લા 22 વર્ષથી ટીંબડી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા કમલેશભાઈ દલસાણીયા મોરબી જિલ્લા શિક્ષણ પરિવારનું ગૌરવ છે.

ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ ફલક પર મોરબીનું વિશિષ્ટ ગૌરવ પ્રસ્થાપિત કર્યું છે આજરોજ તેમનો જન્મ દિવસ હોય શાળાના તમામ 348 બાળકોને પીગી બેંક (ગલ્લા)નું વિતરણ કરીને બાળકોને બચતનું મહત્વ સમજાવી બચત કરવા આહવાન કર્યું હતું. મામા-માસી સગા-વ્હાલાએ કે મમ્મી-પપ્પાએ વાપરવા માટે હાથમાં આપેલ પૈસા કે જે જંકફૂડ (પડિકા) ખાવાના બદલે બચત કરતા થાય અને બાળકોમાં બચતનો ગુણ વિકસે,તેવા શુભ હેતુથી ગલ્લાની ભેટ આપી પ્રેરણા ઉજવણી કરી હતી, આજરોજ તેઓના મિત્રો સ્નેહીજનો,શિક્ષકો, શુભેચ્છકો દ્વારા તેમના મોબાઈલ નંબર 9978293359 નંબર પર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments