ટંકારાના નેસડા ગામે એલસીબી ટીમે બાતમીને આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા ત્રણ આરોપીઓને પકડી પાડયા હતા. જો કે, દરોડા દરમિયાન નાસભાગ મચી જતા ત્રણ આરોપીઓ નાસી ગયા હતા. જુગારના પટ્ટમાંથી પોલીસે 37,500 રોકડા કબ્જે કર્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે ટંકારા તાલુકાના નેસડા ગામની સીમમાં ડેમી નદી જવાના રસ્તે દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે બનાવ સ્થળેથી રોકડા રૂપિયા 37,500 કબ્જે કરી તીનપતિનો જુગાર રમતા આરોપી નારણભાઈ પ્રાગજીભાઈ ભાડજા, રહે.નેસડા(ખા), ઓધવજીભાઈ માધવજીભાઈ જીવાણી, રહે.ખાનપર અને પ્રવિણભારતી નારણભારતી ગોસ્વામી, રહે.રાજપર ગામ વાળાને પકડી પાડયા હતા. દરોડા દરમિયાન આરોપી ઇબ્રાહીમભાઈ ગુલામભાઈ સંધી રહે.નસીતપર, મુકેશભાઈ ધીરૂભાઇ કોળી રહે.નેસડા(ખા) અને આરોપી શૈલેષભાઈ સવજીભાઈ ઘોડાસરા રહે.ખાનપર વાળા નાસી જતા તમામ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં જુગારધારા મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.