વાંકાનેરના ગારીડા ગામે રહેતા રૂકમુદિન અમનજીભાઈ માથકિયાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી ઇમરાન સમશેરભાઈ ખલીફા સાહેદ રિઝવાના બેનની દીકરીની છેડતી કરતો હોય જેથી ઠપકો આપતા આરોપી ફિરદોશભાઈ મુનાફભાઈ જુણેજા, શબીર સમાભાઈ, ફૈઝલ મુનાફભાઈ જુણેજા, ઈમરાનભાઈ સમશેરભાઈ, બસીરભાઈ ખલીફા તથા સમસેરભાઈ ખલીફા રહે.બધા ચન્દ્રપુર તા.વાંકાનેર વાળાઓએ ઝઘડો કર્યો હતો જે બાદ સમાધાન માટે જતા આરોપીઓએ છરી અને પાઇપ વડે હુમલો કરતા સાહેદ ઝાકીરહુસેન, અકમલરજા અને ઇસ્માઇલભાઈને માર મારી ઇજાઓ પહોંચાડી હતી. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.