મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કોડે ઝડપી પાડયો છે.
મોરબી પેરોલ ફર્લો સ્કવોડને ખાનગીરાહે બાતમી મળેલ કે, મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી પ્રકાશભાઇ સૈતાનારામ શાહુ (રહે. પોલનીયા કિ. ઢાણી ચુરાગામ તા.જી.જાલોર રાજસ્થાન) વાળો હાલે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના થરાદ ચોકડી પાસે હોવાની ચોકકસ બાતમી મળતા જે બાતમીના આધારે પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ બનાવી તપાસ કરતા પ્રોહીબિશનના ગુનામાં નાસતો ફરતો આરોપી પ્રકાશભાઇ સૈતાનારામ શાહુ/બિશ્નોઇ (રહે. રાજસ્થાન) વાળો મળી આવતા આરોપીને હસ્તગત કરી એલ.સી.બી. ખાતે લાવી B.N.S.S. કલમ- ૩૫(૧),(જે) મુજબ અટક કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનને સોંપવા કાર્યવાહી હાથ ધરેલ છે.
