Sunday, August 3, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીમાંથી 6 બાઇકની ચોરી કરનાર બાઇક ચોર અંતે ઝડપાયો

મોરબીમાંથી 6 બાઇકની ચોરી કરનાર બાઇક ચોર અંતે ઝડપાયો

મોરબીમાંથી છ મોટરસાયકલની ચોરી કરનાર ઇસમને અંતે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મોરબીના નવલખી ફાટક પાસેથી ઝડપી પાડયો છે.

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટાફને ખાનગીરાહે બાતમી મળેલ કે મોરબી ત્રિકોણબાગ માથી તેમજ તખ્તસિંહજી રોડ ઉપર થી અવાર નવાર ચોરીમા ગયેલ મોટર સાયકલ સાથે આરોપી મોરબી નવલખીરોડ ફાટક પાસે થી મળી આવતા મોટરસાયકલના કાગળો માંગતા નહી હોવાનું જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા મોટરસાયકલ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાથી ચોરી થયેલ હોય અને આરોપીની સઘન પુછપરછ કરતા તેને આ સિવાય અન્ય પાંચ મોટરસાયકલ ચોરી કરેલ હોય અને તેને મોરબી નવલખી રોડ ઉપર બાવળની ઝાડીમા વેચવા સારૂ રાખી દીધેલ હોય જેથી તે જગ્યાએથી મોટરસાયકલો મળી આવતા વિમલભાઇ રમણીકગીરી મેઘનાથી (રહે.મોરબી સામાકાંઠે એસ્સાર પંપની પાછળ નિલકંઠ સોસાયટી મુળ રહે.નાની વાવડી તા.ધોરાજી જી.રાજકોટ)વાળાને ઝડપી પાડી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના ગુન્હા ડીટેકટ કરવામા આવેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments