મોરબી એલસીબી ટીમે માળીયા મિયાણા ગામે વાગડીયા ઝાપા પાસે જાહેરમાં વરલીના આંકડા લઈ જુગાર રમાડતા આરોપી સિકંદર સુભાનભાઈ જેડા અને કાસમ હુસેનભાઈ સંઘવાણીને રોકડા રૂપિયા 5820 સાથે પકડી પાડયા હતા. આરોપીઓ વરલીની કપાત સુરેન્દ્રનગરના વઢવાણના સરફરાઝ ઉર્ફે સલીમ ખોખર પાસે કરાવતા હોવાની કબૂલાત આપતા ત્રણેય વિરુદ્ધ જુગારધારા મુજબ માળીયા મિયાણા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.તેમજ વાંકાનેર સીટી પોલીસે વેલનાથ પરાના નાકે જાહેરમાં આંકડા લખી વરલીનો જુગાર રમાડી રહેલા આરોપી કલ્પેશ ઉર્ફે શક્તિ મેઘજીભાઈ સોલંકી રહે.આરોગ્યનગર, વાંકાનેર વાળાને ઝડપી લઈ રોકડા રૂપિયા 4600 તેમજ વરલીનું સાહિત્ય કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.