મોરબીનાં આંગણે આવી રહ્યો છે પાવન અવસર પુત્રેષ્ટી યાગ શિબિર. આગામી તારીખ 22/12/2024 ના રવિવારે મોરબીમાં સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ રાજકોટ વાળા ડો. મેહુલભાઇ આચાર્ય (PHD દર્શનાશાસ્ત્ર અને આયુર્વેદ) દ્વારા સૌ પ્રથમવાર પુત્રેષ્ઠિ યાગ (દિવ્ય સંતાન યજ્ઞ)નું આયોજન કરેલ છે.
દિવ્ય સંતતિ ઇચ્છુક દંપતિ કે સંતાન માટે આયોજન કરતા દંપતિઓ આ શિબિરમાં જોડાઇ શકે છે. યજ્ઞમાં બેસવા ઇચ્છુક દંપતિએ વહેલાસર નોંધણી કરાવવી અનિવાર્ય (ફરજીયાત )છે. પંદરેક દંપતિ માટે આયોજન છે. યજ્ઞમાં ન બેસવા વાળા સિવાય બાકીના દંપતિઓ પણ આ શિબિરમાં નામ નોંધાવી શકે છે . દંપતિ સિવાય એકલા આવતા સ્ત્રી કે પુરુષ પણ આ શિબિરના જુદા જુદા સત્ર(શેસન)માં પણ ભાગ લઇ શકશે. આ પ્રકારનું જ્ઞાન મેળવવા ઇચ્છુક તમામ લોકો પણ રજીસ્ટ્રેશન કરાવી કાર્યક્રમમાં નિશુલ્ક જોડાઇ શકશે.
આખો દિવસના પૂર્ણ કાર્યક્રમમાં પધારેલ લોકો માટે ભોજન વ્યવસ્થા કરેલ છે. બપોરે 1 થી 2:30 વચ્ચે આયુર્વેદાચાર્ય દ્વારા નિદાન ચિકિત્સાનું આયોજન પણ કરેલ છે. જેનો લાભ કોઇ પણ પ્રકારના ગંભીર-હઠીલા રોગથી પીડાતા રોગીઓ નિશુલ્ક લઈ શકશે. ભોજન બાદ ગર્ભસંસ્કાર અને શ્રેષ્ઠ સંતતિ માટે ડો.મેહુલભાઇ આચાર્ય માર્ગદર્શન આપશે. ત્યારબાદ પ્રશ્નોત્તરી રહેશે. ફરજિયાત રજીસ્ટ્રેશન માટે 9426232400 અથવા 9664911182 પર વોટસએપ કરવો. સંસ્કૃતિ આર્ય ગુરુકલમ્ રાજકોટ ભારત વિકાસ પરિષદ મોરબી શાખા મધુરમ ફાઉન્ડેશન મોરબી પ્રાણજીવન કાલરિયાની યાદીમાં જણાવાયું છે.