મોરબીના રંગપર ગામની સીમમાં આવેલ મારવેલ પકેજિંગ કારખાનાના લેબર કવાટર્સ નજીક નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ઘટના અંગે કુલદીપભાઈ દિલીપભાઈ વિરમગામાએ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અજાણી સ્ત્રી વિરુદ્ધ જન્મ સમયે કે જન્મ બાદ બાળકનો જન્મ છુપાવવાને ઇરાદે મૃત બાળકને ત્યજી દેવા અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી.