ત્રાજપર, માળિયા – વનાળીયા, જવાહરનગર તથા ભડિયાદના 66 વિકાસકામો શરૂ
મોરબીના સામાકાંઠે આવેલા માળીયા વનાળિયા સહિતના પછાત વિસ્તારોનો હવે છેક વિકાસ થાય તેવા સ્પષ્ટ સંકેત મળ્યા છે. આ માળિયા વનાળીયાથી આજે રૂ.4.18 કરોડના 66 વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. જેમાં ત્રાજપર, માળિયા – વનાળીયા, જવાહરનગર તથા ભડિયાદના વિકાસકામો શરૂ કરવામાં આવ્યા છે.

રૂ.1.29 કરોડના ખર્ચે 9 રૂમ સાથે ત્રણ માળની અદ્યતન માળીયા વનાળિયા ગામની સરકારી શાળા બનાવવામાં આવી છે. આ શાળાને બાળાઓના હસ્તે ખુલ્લી મુકવામાં આવી છે. તેમજ ત્રાજપર ગામે કોમ્યુનીટી હોલ, શક્તિનગર સોસાયટીમાં ભૂગર્ભ ગટરનું કામ ખારી વિસ્તારમાં અંદરની શેરીમાં ભૂગર્ભ ગટરનું કામ, યોગીનગર સોસાયટીમાં ભૂગર્ભ ગટરનું કામ, મંદિરના ચોકમાં ભૂગર્ભ ગટરનું કામ, મધુવન સોસાયટીના ખૂણા સુધી ભૂગર્ભ ગટરનું કામ, વૃદાવન પાર્કમાં પીવાના પાણીની પાઈપ લાઈનનું કામ, મધુવન સોસાયટીના ખૂણા સુધી પીવાના પાણીની પાઈપ લાઈનનું કામ, અનંત સોસાયટીમાં પેવરબ્લોકનું કામ, ખરીના નાલા પાસે પેવરબ્લોકનું કામ યોગીનગર સોસાયટીમા પેવરબ્લોકનું કામ, રામકુવા પાસેથી પીવાના પાણીની લાઇનનું કામ, રામકુવા પાસેથી ભુગર્ભ ગટરનું કામ, ખરી વિસ્તારમાં ભુગર્ભ ગટરનું કામ, શોભેશ્વર પાસે જુદી જુદી શેરીમા ભુગર્ભ ગટરનું કામ મધુસ્મુતી સોસાયટીમા જુદી જુદી શેરીમા ભુગર્ભ ગટરનુ કામ, વણીયા સોસાયટીમા જુદી જુદી શેરીમા ભુગર્ભ ગટરનું કામ, જુના ઘુંટૂ રોડ પર સ્મશાન પાસે ભુગર્ભ ગટર અને સ્નાન ઘાટનું કામ, યોગીનગર સોસાયટીમા હનુમાનજીના મંદિર પાસે ચોકમા પેવરબ્લોકનું કામ, જુના ઘૂટું રોડ પર આવેલ સિલ્વર પાર્ક સોસા.જવાના રસ્તે કોઝવેનું કામ, ધાર વિસ્તાર માટે પાણીના ટાકાના કામનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

ભડિયાદ ગામે આવેલ બજારમાં પાણીની પાઈપ લાઈન કામ, ભુગર્ભ ગટરનું કામ, જવાહર પ્રા.શાળા પાસે પાણીનો સમ્પ બનાવવાનું કામ, અનુસૂચિત જાતિ સમાજના સ્મશાનમાં કમ્પાઉન્ડ વોલ બનાવવા, મેદમ ટાંકાથી ભૂગર્ભ ગટરનું કામ, રામાપીર ઢોરે ભૂગર્ભ ગટરનું કામ, રામાપીર મંદિર પાસે કોમ્યુનીટી હોલનું કામ, સ્મશાનમાં પેવર બ્લોકનું કામ તેમજ લાલપર ગામે વરસાદી પાણીના નિકાલ માટે ગટરનું કામ, પેવર બ્લોકનું કામ, પાણીની લાઈનનું કામ, R. O પ્લાન્ટ અને અનુસૂચિત જાતિનક સ્મશાનમાં અંદર સ્નાનઘાટ બનાવવાના કામ, ભડીયાદથી જોધપુરને જોડતા નાલાના કામનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
