મોરબી જિલ્લા પંચાયતના કાર્યક્રમમાં નામ કપાતા જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના ચેરમેન અજય લોરીયા ધારાસભ્ય પર વરસી પડ્યા હતા. આથી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ભડકયા હતા અને 30 વર્ષથી પ્રજાના પ્રેમથી ધારાસભ્ય અને કોઈની દુકાનો બંધ થઈ હોય એમાં પેટમાં તેલ રેડાયું હોય તો આવી આક્ષેપબાજી સાથે તેઓને કોઈ લેવા દેવા નથી તેમ જણાવ્યું હતું.
ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ મીડિયા સમક્ષ અજય લોરીયાના આક્ષેપો સામે વળતો પ્રહાર કર્યો હતો કે, તેઓ 30 વર્ષથી ધારાસભ્ય છે એ પ્રજાના પ્રેમથી છે અને વાત રહી મોરબીની દુર્દશાની તો 1995થી ભાજપની સરકાર આવી ત્યારથી અત્યાર સુધી મોરબીમાં હરણફાળ વિકાસ થયો છે. કારખાના વધ્યા, પાણીની વ્યવસ્થા કરી, રોડ સારા બન્યા સહિત સરકારની ટોટલી યોજના લાવીને કામ કર્યું છે. કામ ન થયું હોય તો 30 વર્ષથી ધારાસભ્ય થોડા રહી શકે. એટલે આક્ષેપો બેબુનિયાદી છે અને દુશ્મન તો હજુ બનાવીશ, પ્રજાના કામ માટે દુશ્મનો બને અને ભલે બને.તેઓએ કોઈ જૂથવાદ ન હોવાની વાત કરી છે.સાથેસાથે અજય લોરિયાના આક્ષેપનો પણ જવાબ આપ્યો છે અને કહ્યું હતું કે,બધાની દુકાનો બંધ થઈ ગઈ હોવાથી તેલ રેડાઈ રહ્યું છે અને મોરબીની સ્થિતિ કથળી નથી અને કોઈ ગેંગ પણ મોરબીમાં નથી. મેં કોઈની લીટી નાની મોટી કરી જ નથી. પ્રજા વચ્ચે રહીને કામ કરનારો માણસ છું. જાહેર જીવનમાં નાનો હોય કે મોટો હોય મેં કોઈ દિવસ કોઈનું મૂલ્ય ઓછું આકયું જ નથી. સોશ્યલ મીડિયામાં વિડીયા કામના મુકું છે. હું પ્રસિદ્ધિનો ભૂખ્યો નથી અને વાત રહી નામ કમી કરવાની તો મેં એવી ક્યારેય કુચેસ્ટા કરી નથી. એ કાર્યક્રમ જિલ્લા પંચાયતનો હતો. એનું આયોજન પણ જિલ્લા પંચાયત અને સરકારી હતું. મેં એ આયોજનમાં જરાય દખલગીરી કરી નથી. આમ ધારાસભ્ય કાંતિલાલે ભાજપ અગ્રણી અજય લોરીયાના દરેક આક્ષેપનો સણસણતો જવાબ આપ્યો હતો. આજે જે રીતે ઘટનાક્રમ બન્યો તે જોતા સ્થાનિક ભાજપમાં જૂથવાદથી ઘર ભડકે બળ્યું છે.
