મોરબી સિટી બી ડિવિઝન પોલીસે તેરા તુજ કો અર્પણ હેઠળ ખોવાયેલા 13 મોબાઈલ શોધી કાઢી તેના મૂળ માલિકને પરત અપાવ્યા છે. પોતાના મોબાઈલ પરત મળતા અરજદારોએ પણ પોલીસનો આભાર માન્યો હતો.

મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં 13 જેટલા લોકોના ખોવાયેલ મોબાઈલ ટેક્નિકલ ટીમે “CEIR” પોર્ટલનો ઉપયોગ કરી સતત મોનીટરીંગ રાખી શોધી કાઢ્યા છે. આ તમામ મોબાઈલની કિંમત આશરે રૂ. 1,93,000 જેટલી થાય છે. આ તમામ મોબાઈલ સિટી બી ડિવિઝન પોલીસે ડીવાયએસપી પી.એ.ઝાલાના હસ્તે મૂળ માલિકોને સુપ્રત કરાવ્યા હતા.

આ કામગીરીમાં પો.ઈન્સ. એન.એ.વસાવા, પો.સ.ઈ. બી.એ.ગઢવી, પો.હે.કો. જગદીશભાઈ ડાંગર, પો.કોન્સ. પ્રદિપસિંહ ઝાલા, બ્રીજેશભાઈ બોરીચા, અજયસિંહ રાણા, દશરથસિંહ મસાણી, સંજયભાઈ લકુમ, રાજપાલસિંહ રામદેવસિંહ તથા પ્રિયંકાબેન પૈજા રોકાયેલ હતા.