વાંકાનેર સીટી પોલીસની સક્રિયતાથી બાળકની જિંદગી રોળાતાં બચી
મોરબી : વાંકાનેર શહેરમાં મજૂરી કરીને ગુજરાન ચલાવતા મૂળ મધ્યપ્રદેશના દંપતીનો પુત્ર વિખૂટો પડી ગયો હતો. આ બનાવની જાણ થતાં વાંકાનેર સીટી પોલીસે ભારે જહેમત ઉઠાવી થોડીવારમાં વિખુટા પડેલા બાળકનું મિલન કરાવીને પોલીસ પ્રજાની સાચી હમદર્દ હોવાનું ચરિતાર્થ કર્યું હતું.વાંકાનેર સીટી પોલીસની સક્રિયતાથી બાળકની જિંદગી રોળાતાં બચી હતી.
રોહીતભાઈ શ્યામલાલ કોહલી તથા આશાદેવી રોહીતભાઈ કોહલી રહે.મૂળ ખડ્ડી તા.સિદ્ધી જી.રીવા(મધ્યપ્રદેશ) હાલ રહે.જાલીડા રોયલ ઈન્ફોરર્મ વાળા વાંકાનેર શહેરમાં ખરીદી અર્થે આવ્યા હતા. તે દરમિયાન તેમનો બે વર્ષનો પુત્ર લાપતા બની ગયો હતો. આથી દંપતી બેબાકળા બનીને પોતાના પુત્રને શોધી રહ્યા હતા. તે દરમિયાન વાંકાનેર સીટી પો.સ્ટે ની સી-ટીમ પી.સી.આર વાહન સાથે શહેર વિસ્તારમા પેટ્રોલીગમા હોય તે દરમ્યાન બે વર્ષનુ બાળક મળી આવતા બાળક બાબતે તપાસ કરાવી બાળક શિવાંક ઉવ.આશરે ૨ વર્ષ ને તેઓના માતા- પિતા સાથે સુખ:દ મીલન કરાવ્યું હતું. આ કામગીરીમાં અધિકારી તથા કર્મચારી પો. ઈન્સ.એચ.વી.ઘેલા સાહેબ એ.એસ.આઈ તેજપાલસિંહ કિરીટસિંહ તથા મહીલા પો.કોન્સ ઉર્મિલાબેન ઘનશ્યામભાઈ નાઓ જોડાયેલ હતા.
