દુકાન પાસે બેઠેલા વૃદ્ધે ધૂળ ઉડતી હોય ધીમે વળવાનું કહેતા દુકાનદારની કમાન છટકી
મોરબીના પંચાસર રોડ ઉપર પ્રોવિઝન સ્ટોર પાસે દુકાનદાર સફાઈ કરતો હોવાથી ધૂળ ઉડતા દુકાન નજીક બેઠેલા વૃદ્ધે ધીમે વાળવાનું કહેતા દુકાનદારની કમાન છટકી હતી આથી દુકાનદારે વૃદ્ધને પાઇપ ફટકારી દીધાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ કામધેનુ પાર્કમાં સંકલ્પ એપાર્ટમેન્ટમાં રહેતા વાલજીભાઈ દેવસીભાઈ શેરસિયા ઉ.70 નામના વૃદ્ધએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેઓ ગઈકાલે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં તેમના મિત્ર અંબારામભાઈ સાથે ગીતા પ્રોવિઝન સ્ટોર પાસે બેઠા હતા ત્યારે દુકાનદાર રમેશભાઈ નામની વ્યક્તિ સફાઈ કરતા હતા જેથી ધૂળ ઊડતી હોય ધીમે વાળવાનું કહેતા આરોપી રમેશભાઈએ ગાળો આપી ઝપાઝપી કરી ફરિયાદી વાલજીભાઈને ગાલ ઉપર અને અંબારામભાઈને કપાળ ઉપર લોખંડનો પાઇપ ફટકારી ઇજા પહોંચાડતા બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.