મોરબી : થાનગઢના આંબેડકર નગર વિસ્તારમાં રહેતા મંજુબેન ભીખાભાઇ પારધી ઉ.55 નામના મહિલાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેઓ સાહેદ દાનીબેન સાથે રીક્ષામાં બેસી થાનગઢથી વાંકાનેર આવી રહ્યા હતા ત્યારે જાલી ચોકડી પાસે અજાણ્યા ડમ્પર ચાલકે રીક્ષાને પાછળથી ઠોકર મારતા મંજુબેનને બન્ને પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું જ્યારે દાનીબેનને પગની પેનીમાં ઇજા પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલક નાસી જતા આ ઘટના અંગે મંજુબેનની ફરિયાદના આધારે વાંકાનેર સિટી પોલીસે અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.