મોબાઈલ ઉપર સંપર્ક બાદ ભરોસો કરવો ભારે પડ્યો, 20 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ
મોરબી શહેરમાં અવની ચોકડી નજીક રહેતા અને લજાઈ ખાતે પોલીમર્સ ફેકટરી ધરાવતા કારખાનેદાર સાથે પ્લાસ્ટિકના દાણાનો કોન્ટ્રાકટ આપવાને નામે અલગ અલગ મોબાઈલ નંબર તેમજ બેન્ક એકાઉન્ટ ધરાવતા 20 ઈસમોએ રૂપિયા એક કરોડથી વધુની છેતરપિંડી કરતા તમામ આરોપીઓ વિરુદ્ધ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મોરબી શહેરમાં અવની ચોકડી નજીક રહેતા અને લજાઈ ખાતે સપાર્કલ પોલીમર્સ ફેકટરી ધરાવતા દિવ્યેશભાઈ ભરતભાઈ સવસાણી ઉ.25 નામના કારખાનેદારે મોરબી સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓને પ્લાસ્ટિકના દાણાનો કોન્ટ્રાકટ આપવાના નામે અલગ અલગ ચાર મોબાઈલ ધારકોએ સંપર્ક કરી બાદમાં વર્ષ 2022ના માર્ચ મહિનાથી લઈ નવેમ્બર – 2022સુધીમાં આરોપીઓએ અલગ અલગ 16 બેન્ક એકાઉન્ટમાં અલગ અલગ સમયે કુલ રૂપિયા 1,08,78,458નું રોકાણ કરાવી બાદમાં આજદિન સુધી પ્લાસ્ટિક દાણાનો કોન્ટ્રાકટ નહિ આપી છેતરપિંડી કરતા તમામ 20 આરોપીઓ તેમજ તપાસમાં જે ખુલે તે તમામ વિરુદ્ધ ગુન્હો નોંધવા ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઈમ પોલીસે તપાસ શરૂ કરી છે.