મોરબી : નવા જીવાપર (આમરણ) ગામે ગ્રામજનો માટે ડો. લખમણભાઇ કંઝારિયાના મકાનમાં પિતા મોહનભાઈ તથા માતા પ્રેમીબેનના હસ્તે શિવ ગ્રંથાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રંથાલયમાં આધ્યાત્મિક, ધાર્મિક, સાહિત્ય અને વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેવું સાહિત્ય તેમજ દૈનિક પત્રો અને સામયિકોની સુવિધા ઉપલબ્ધ કરો છે. તેમજ ગ્રામનનોને સુવિધા મળી રહે તે માટે જ્ઞાનનું પરબ ખુલ્લુ મુકવામાં આવ્યું છે. ત્યારે આ ગ્રંથાલયનો લાભ લેવા ડો .લખમણભાઈ કંઝારિયાએ ગ્રામજનોને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ગામજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

