મોરબી : સ્વ. ડાયાભાઈ માવજીભાઈ શેરસિયાની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મહેન્દ્રનગર રામવાડીમાં સંસ્કાર બ્લડ સેન્ટર મોરબી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં 42 રક્તદાતાઓએ રક્તદાન કરી સ્વ. ડાયાભાઈ શેરસિયાને શ્રદ્ધાંજલિ આપી હતી. પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરીને શેરસિયા પરિવારે સમાજને પ્રેરણા આપી હતી. રક્તદાન કેમ્પને સફળ બનાવવામાં રંજનબેન ડાયાલાલ શેરસિયા, બ્રિજેશભાઈ ડાયાલાલ શેરસિયા અને ડો. દિવ્યેશભાઈ ડાયાલાલ શેરસિયાએ જહેમત ઉઠાવી હતી. સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેરક પ્રેમ સ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ આયોજકો, શેરસિયા પરિવાર, મિત્ર મંડળ અને રક્તદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

