મોરબી : પૂર્વ ભારતીય કિશાન સંઘ જિલ્લા પ્રમુખ અને સ્વાવલંબી ભારત અભિયાન મોરબી જિલ્લા સંયોજક બી.જે.પી. સહકારિતા સેલ જિલ્લા સંયોજક, સ્વદેશી જાગરણ મંચ રાજકોટ વિભાગના સંયોજક અને પ્રખર હિન્દુત્વવાદી વક્તા એવા જિલેશભાઈ કાલરિયા ને વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જિલ્લાના અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ છે.બે ટર્મ સુધી ભારતીય કિશાન સંઘ જિલ્લા પ્રમુખ અને સ્વાવલંબી ભારત અભિયાન મોરબી જિલ્લા સંયોજક બી.જે.પી. સહકારિતા સેલ જિલ્લા સંયોજક અને પ્રખર હિન્દુત્વવાદી વક્તા તરીકે સેવા આપી ચુક્યા છે.ગામડે રહી નખશીખ પ્રકૃતિ પ્રેમી પ્રખર. હિન્દુવાદી નેતા તરીકે સેવા આપનારની હવે વિહિપના મોરબી જિલ્લા અધ્યક્ષ તરીકે નિમણૂક થતા તેમના સગા સ્નેહીઓ અને શુભેચ્છકોએ અભિનંદન પાઠવ્યા છે.
