Thursday, August 7, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબી ખાતે 9માં સર્વ જ્ઞાતિ સમુહલગ્નોત્સવનું આયોજન

મોરબી ખાતે 9માં સર્વ જ્ઞાતિ સમુહલગ્નોત્સવનું આયોજન

મોરબી ખાતે વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી અને હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમાં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરેલ છે. આ પૂર્વે ૮ સમૂહ લગ્નો થકી ૨૫૧ દીકરીઓના લગ્નો સફળતાપૂર્વક સંપન્ન કરેલ છે. આ વખતે આયોજનમાં શિક્ષિત મહિલાઓનો સમૂહ મુસ્કાન વેલ્ફેર સોસાયટી સહયોગી સંસ્થા તરીકે જોડાયેલ છે.

આ સમુહ સમૂહ લગ્નોત્સવ ગંગાસ્વરૂપ બહેનોના સંતાનો, વંચિત સમાજના સંતાનો તેમજ ગરીબ પરિવારના સંતાનો માટેનું આયોજન છે. ૯ મો સમૂહ લગ્નોત્સવ આગામી ફેબ્રુઆરી 2025 ના રોજ યોજાનાર છે. જેમાં તમામ દીકરીઓને કરિયાવર માં સોના-ચાંદીના દાગીના સાથે ૭૦થી વધુ ઘરવખરીની વસ્તુઓ ભેટ રૂપે આપવામાં આવશે, જેના માટે આગામી ૧૮/૧૨/૨૦૨૫ના રોજ થી યુગલ ફોર્મ ભરવાનું શરૂ કરવામાં આવી રહ્યું છે જે માટે યુગલે પોતાના આધાર કાર્ડ અને જન્મ પ્રમાણ પત્ર સાથે માતા-પિતાના આધાર કાર્ડ લાવવાના રહશે. યુગલ માં યુવકની ઉંમર ૨૧ પૂર્ણ અને યુવતીની ઉંમર ૧૮ પૂર્ણ થયેલ હશે તે જ ફોર્મ ભરી શકશે.

ફોર્મ ભરવા માટેનું સ્થળ : વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી સંચાલિત ગોકુલ વિઝીટીંગ સેન્ટર, ડૉ.પટેલ લેબોરેટરી, સરદાર બાગ સામે, શનાળા રોડ, નવા બસ સ્ટેન્ડ પાસે, સુભાષચંદ્ર પ્રતિમા ની બાજુમાં, મોરબી ખાતે સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ સુધી મળશે

● ફોર્મ મેળવવાની છેલ્લી તારીખ ૩૧/૧૨/૨૦૨૫ સુધી રહશે

● ફોર્મ વહેલા તે પહેલાના ધોરણે સર્વ સમાજના યુગલોને આપવામાં આવશે.

● કન્યા દાન નું પૂર્ણ કમાવવા માંગતા દાતાઓને વિનંતી કે આ માંગલિક કાર્ય મા આશીર્વાદ રૂપે આપ તન મન અને ધન થી સહકાર આપશો.

● આપે આપેલ દાન ઇન્કમટેક્સમાં 80 G હેઠળ કરમુક્ત રહશે,

ફોર્મ ભરવા અને દાન આપવા સંપર્ક કરો.

વાત્સલ્ય એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-મોરબી
ડો.પરેશ પારીઆ મો.8732918183

હિતમ ચેરીટેબલ ટ્રસ્ટ

ડો.હાર્દિક જેસવાણી મો. 92288 00108
ડો.મિલન ઉઘરેજા – 87588 33388

મુસ્કાન વેલ્ફેર સોસાયટી
રંજના સારડા મો.97265 99930

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments