મોરબીના મકનસર નજીક બે મહિના પૂર્વે ટ્રેક્ટરમાં ટાઇલ્સ ભરવા જઈ રહેલા દંપતીના ટ્રેક્ટરને ટ્રક ટ્રેઈલર ચાલકે પાછળથી ઠોકર મારી અકસ્માત સર્જતાં ગંભીર ઈજા પામેલ પરિણીતાનું મોરબી, રાજકોટ અને અમદાવાદ બાદ ઘેર મૃત્યુ નિપજતા આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
જાણવા મળતી વિગતો મુજબ મૂળ પંચમહાલ જિલ્લાના વતની અને હાલમાં મોરબીના પીપળી ગામે રહેતા દિલીપભાઈ રતીલાલભાઈ મુનિયા ઉ.28 નામના યુવાને મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.27 ઓક્ટોબર 2024ના રોજ વહેલી સવારે તેઓ તેમના પત્ની ઉષાબેન સાથે ટ્રેક્ટરમાં ટાઇલ્સ ભરવા જતા હતા ત્યારે મકનસર ગામ પાસે આરજે – 19 – જીજે – 5928 નંબરના ટ્રક ટ્રેઇલર ચાલકે ટ્રેક્ટરની ટ્રોલીને પાછળથી ઠોકર મારતા પોતાને તેમજ ટ્રેક્ટરમાં પંખા ઉપર બેઠેલા તેમના પત્નીને ઉષાબેનને ગંભીર ઈજાઓ પહોંચતા પ્રથમ મોરબી બાદ રાજકોટ અને ત્યાંથી અમદાવાદ સારવારમાં ખસેડયા બાદ ઉષાબેનને વતનના લઈ જતા તા.5 ડિસેમ્બરના રોજ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવ અંગે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.