મોરબી શહેરના વાવડી રોડ ઉપર પ્રભુનગરમાં રહેતા ભગવાનભાઈ નાનજીભાઈ સોનગરા ઉ.49 નામના યુવાન ગઈકાલે પોતાના ઘેર બાથરૂમમાં ન્હાવા જતા સમયે હાર્ટએટેક આવી જતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ ક૨ી તપાસ શરૂ કરી છે.