મોરબી: આજરોજ હળવદ ધ્રાંગધ્રા મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાના જન્મદિવસ નિમિતે હળવદ શહેર ભાજપ અને પાટિયા ગ્રુપ દ્વારા સરકારી હોસ્પિટલમાં દાખલ દર્દી નારાયણને ફ્રૂટ વિતરણ અને ગરમ સાલ ઓઢાળવામાં આવી હતી ત્યારબાદ હળવદ ખાતે આવેલ શ્રી રામ ગૌશાળા ખાતે બીમાર અશક્ત ગૌમાતાને નીરણ કરી અને જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી.

