મોરબી : સુરેન્દ્રનગરમાં રિટાયર્ડ એસટી કર્મચારી હસમુખભાઈ ડી. રાવલના ધર્મપત્ની મંજુલાબેન હસમુખભાઈ રાવલ (ઉ.વ.૬૮)નું 15 ડિસેમ્બર અને રવિવારના રોજ અચાનક અવસાન થતા પરિવાર પર આભ તુટી પડ્યું છે. પુત્ર મનોજભાઈ રાવલ મિતેશભાઈ રાવલ તેમજ ત્રણ દીકરીઓએ માતાની છત્ર છાયા ગુમાવી છે. સ્વ. મંજુલાબેન હસમુખભાઈ રાવલની અંતિમ યાત્રામાં દીકરી મીનાક્ષીબેન, રક્ષાબેન, પ્રજ્ઞાબેનએ અંતિમયાત્રામાં જોડાવવા સાથે કાંધ આપી અગ્નિદાહ આપ્યો સમાજમાં દીકરો દીકરી એક સમાન હોવાનો મેસેજ આપ્યો હતો.
