હળવદ તાલુકાના ચરાડવા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ જુગારીઓને હળવદ પોલીસે ઝડપી પાડ્યા છે.
મળતી વિગતો મુજબ હળવદના ચરાડવા ગામે નવા તળાવ પાસે, દેવળીયા નાળા પાસે, પુરણદાસ ધરમદાસ સાધુના મકાન પાસે જુગાર રમાતો હોવાની આધારે પોલીસે રેડ કરી હતી. અને જુગાર રમતા નિલેશભાઈ નાગજીભાઈ પરમાર, પ્રેમજીભાઈ જીવાભાઈ સોલંકી, પૂરણદાસ ધરમદાસ સાધુ, મહેશભાઈ બાલજીભાઈ સોલંકી, જયંતિભાઈ ઉર્ફે જોની લવજીભાઈ મકવાણા (રહે.તમામ ચરાડવા ગામે) સહિત પાંચેય જુગારીઓને રૂ.16,400 રોકડ સાથે હળવદ પોલીસે ઝડપી પાડ્યા હતા. તમામ જુગારીઓ વિરૂધ્ધ જુગારધારા હેઠળનો ગુન્હો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
