Wednesday, August 6, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા ભવ્ય લોકડાયરાના આયોજન સંદર્ભે બેઠક યોજાઇ

મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા ભવ્ય લોકડાયરાના આયોજન સંદર્ભે બેઠક યોજાઇ

આગામી 21 તારીખ ને શનિવારે આયોજિત આ ભવ્ય લોકડાયરામાં હાજર રહેવા મોરબીવાસીઓને જાહેર અપીલ

મોરબી : મોરબી ખાતે કર્તવ્ય જીવદયા કેન્દ્ર છેલ્લા ઘણા વર્ષોથી અબોલ પશુ પક્ષીઓ જ્યારે ઘાયલ થાય કે બીમાર પડે છે તેવા સમયે સંસ્થા દ્વારા તે બીમાર કે ઘાયલ પશુ કે પક્ષીની તાત્કાલિક સારવાર તથા જરૂર જણાયે સારવાર કેન્દ્ર ખાતે ઇન્ડોર રાખી અતિ આધુનિક પદ્ધતિ દ્વારા સારવાર અને સેવા કરવામાં આવે છે.

આ સંસ્થા આગામી 22 તારીખે મોરબી અને આસપાસના વિસ્તારમાં ક્યાંય નથી તેવું અબોલ જીવો માટે અતિઆધુનિક સુવિધાઓથી સુસજ્જ દવાખાનાનો શુભારંભ કરવા જઈ રહ્યું છે જેમાં અબોલ જીવોને જરૂરી બ્લડ રીપોર્ટસ – એક્સ રે સહિત ઓપરેશન થિયેટરની પણ સુવિધા ઉપલબ્ધ રહેશે. ત્યારે કર્તવ્ય જીવદયા કેન્દ્ર કે જેના સંચાલક મોટાભાગના યુવાનો જ છે જેઓ મોજ શોખ કરવાની ઉંમરમાં આ ઉમદા ભગીરથ કાર્ય સાથે જોડાયેલ છે ત્યારે આ યુવાનોએ ભવિષ્યમાં આદર્શ નંદી ઘરના નિર્માણ માટે સંકલ્પ કર્યો છે જેમાં રસ્તા પર વિચરી રહ્યા છે તેવા નંદી મહારાજ માટે અદભુત સુવિધા સંપન્ન નંદી ઘર બનાવવાનો સંકલ્પ કર્યો છે. જેના માટે આગામી 21 તારીખે સ્થળ રામેશ્વર પાર્ટી પ્લોટ, ન્યૂ એરા સ્કૂલ ની બાજુમાં,રવાપર ઘુંનડા રોડ, મોરબી ખાતે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં ગુજરાતના ખ્યાતનામ ગાયક કલાકાર કિર્તીદાન ગઢવી અને પ્રસિદ્ધ લોક સાહિત્યકાર રાજભા ગઢવી ( ગીર ) તથા ભજનિક  મિલન પટેલ સાથે અન્ય કલાકારો વેગડ સાઉન્ડના સથવારે ભજન અને સંતવાણીની રમઝટ બોલાવશે ત્યારે આ ભવ્યાતિભવ્ય ડાયરા ના આયોજન અંગે તાજેતરમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર ખાતે એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 200થી વધુ સ્વયંસેવક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમની સ્વૈચ્છિક જવાબદારી સ્વીકારી અને કાર્યક્રમને સફળ બનાવવા કટિબદ્ધ બન્યા હતા ત્યારે આ યુવાનો અતિ ઉમદા કાર્ય એ પણ નિઃસ્વાર્થ ભાવે કરી રહ્યા છે ત્યારે મોરબી તથા મોરબી જિલ્લાવાસીઓ ને આ કાર્યક્રમમાં તન મન અને ધનથી સહકાર આપવો એ આપણા સૌની સહિયારી જવાબદારી અને નૈતિક ફરજ છે આ કાર્યક્રમમાં કોઈ પણ માહિતી મેળવવા માટે 7574885747 મોબાઈલ નંબર પર સંપર્ક કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments